• Columns

    લુપ્તતાના આરે આવેલી ગુજરાતી ભાષાના દીર્ઘકાલીન જતન માટે શું દેવનાગરી લિપિ સંજીવની બની શકે?

     આજે વિશ્વની પ્રસિદ્ધ ભાષાઓમાંની એક આપણી ગૌરવવંતી ગુજરાતી ભાષા ધીમે-ધીમે લુપ્ત થવાની કગાર તરફ આગળ વધી રહી છે. આજે ભલે એવો તાત્કાલિક ભય ન હોય, પરંતુ આ બાબતે સમયસર ઉપાય યોજના બનાવવી જરૂરી છે. ગુજરાતીઓ દૂરદૃષ્ટિ ધરાવતી અને દરેક સમસ્યાનો સમયસ૨ ઉકેલ શોધવામાં કુશળ કોમ તરીકે ઓળખાય છે. છતાં જ્યારે ગુજરાતી ભાષાના જતન, સંવર્ધન અને સંરક્ષણની વાત આવે છે ત્યારે આપણે કેમ ગંભીરતાથી વિચારતા નથી એ ખરેખર ચિંતાનો વિષય છે.       ગુજરાતી ભાષાથી નવી પેઢી ધીમે-ધીમે દૂર થવાનું મુખ્ય કારણ શિક્ષણનું માધ્યમ છે. અગાઉ મોટા ભાગનાં બાળકોને માતૃભાષામાં શિક્ષણ મળતું હોવાથી ભાષા અને સંસ્કૃતિ સહજ રીતે સચવાતાં હતાં.…

  • Columns

    ઉપવાસ હોય કે ન હોય શ્રાવણમાં ફરાળી વાનગીઓનો આસ્વાદ જરૂર માણજો!

    ચોમાસા દરમ્યાન ઉપવાસ કરવાની અથવા તો સંયમિત આહારની વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિમાં, ખાસ કરીને હિંદુ અને જૈન પરંપરામાં, ઉપવાસનું મહત્વ માત્ર ધાર્મિક નથી; વૈજ્ઞાનિક પણ છે. વર્ષાઋતુમાં પાચનશક્તિમાં ફેરફાર થતો હોવાથી ઉપવાસ અથવા તો હળવો અને સંયમિત આહાર લેવાની પરંપરા આપણા પૂર્વજોએ વિકસાવી છે. કદાચ આપણા પૂર્વજોને એ ખબર હતી કે જે વાત ધર્મના નામે સરળતાથી ગળે ઊતરે છે, તે જ વાત વિજ્ઞાનના નામે સમજાવવા જઈશું તો કોઈ નહિ માને એટલે ઉપવાસને ધર્મ સાથે જોડીને અષાઢી અગિયારસથી શરૂ કરીને શ્રાવણ અને ત્યારબાદ આસો મહિનાની નવરાત્રી સુધી ઉપવાસની પરંપરા શરૂ કરી. આજે ભલે આપણા પરિવારોમાં ઉપવાસનું મહત્વ થોડું ઓછું થઈ…