રાજેશ ચાવડા ✍🏻 માણસના જીવનમાં સંબંધોનું સ્થાન ખૂબ જ વિશેષ છે. સંબંધોમાં રહેલી આત્મીયતા જીવનને હૂંફ આપે છે, એકલતામાં સાથ આપે છે અને મુશ્કેલીના સમયમાં જીવવાનો આધાર બને છે. પરંતુ ક્યારેક કોઈ વ્યક્તિ સાથેની આત્મીયતા એટલી ગાઢ બની જાય છે કે તેના બદલાયેલા વર્તન કે તેના વિયોગથી આપણે અંદરથી તૂટી જઈએ છીએ. એટલે જ કદાચ જીવનનો એક મહત્વનો પાઠ એ છે કે આત્મીયતા એટલી જ રાખવી, જેટલી વેદના સહન કરવાની આપણી ક્ષમતા હોય. આ વાતનો અર્થ એવો નથી કે સંબંધોમાં લાગણી ઓછી રાખવી કે પ્રેમમાં કંજૂસાઈ કરવી. પ્રેમ તો હૃદયની સુંદરતમ લાગણી છે. પરંતુ પ્રેમ સાથે પોતાની અંદરની મજબૂતી જાળવવી…
-
-
નરેન્દ્રભાઈ, પ્રણામ. આજકાલ દેશમાં શિક્ષણપ્રણાલીમાં સુધારાની જોરદાર હવા ચાલી છે. વિદ્યાર્થીઓએ શિક્ષણના મુદ્દે આંદોલન કર્યું અને જહાં સરકાર કે વિરોધ કા માહોલ હો વહાં રાબેતા મુજબ વિપક્ષે પણ અંદર કૂદીને પોતપોતાની રાજકીય સ્કીમ ચલાવી લીધી. વચ્ચે અમુક અસામાજિક તત્ત્વોએ પણ મોકા પર ચોક્કો મારી લીધો. સરકારે પણ સમયની નાજુકતા જોઈને વિદ્યાર્થીઓની માગણીઓ ગુપચુપ સ્વીકારી લીધી અને ફેરફારોની જાહેરાતો કરી દીધી. જો શિક્ષણમાં ખરેખર ઐતિહાસિક મેજર સર્જરી જ કરવી હોય તો લાખો વિદ્યાર્થીઓના મગજનું દહીં કરી નાખતી આ જાતિઆધારિત અનામત-વ્યવસ્થા પર એક નાનકડું પણ હિંમતભર્યું ઑપરેશન કરી જ નાખો! જુઓ સાહેબ, વાત બહુ સાદી અને સીધી છે. શિક્ષણમાં જાતિઆધારિત અનામતને બદલે…
-
અત્યારે આપણે બધા જાણીએ છીએ કે હાલમાં ચૂંટણીપંચ દ્વારા સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની પ્રક્રિયા ચાલુ છે અને આપણે એનું અટપટું ફૉર્મ ભરવાની ચર્ચા અને ચિંતા બન્ને કરી રહ્યા છીએ. એવામાં લોકોના મનમાં એક સવાલ ઊભો થવો સ્વાભાવિક છે કે શું ઇલેક્શન કમિશન પાસે એવો કોઈ પ્રોગ્રામ નથી કે એક વાર મતદારની વિગતો ફિટ કરી દીધા પછી એમાં કોઈ બદલાવ ન આવે કારણ કે જ્યારે જોઈએ ત્યારે મતદારયાદીમાં સુધારણાનું જ કામ ચાલુ હોય છે અને છતાં મતદારયાદીમાં અનેક છબરડાઓ બહાર આવતા હોય છે. આપણા દેશમાં એક વાતની તો દાદ આપવી જ પડે. સરકાર પાસે તમારી બીજી કોઈ…
-
હાલમાં સિંહો દ્વારા માનવો પર હુમલાઓ કરવાની ઘટનાઓમાં મોટો વધારો જોવા મળ્યો છે. જેમાં કેટલાક કિસ્સાઓમાં સિંહોએ માનવ શિકારનું ભક્ષણ પણ કર્યું છે, જે અત્યંત ચિંતાજનક છે. હવે જ્યારે માનવ-સિંહ સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે આ પરિસ્થિતિમાં માત્ર પ્રાદેશિક ગૌરવ ખાતર સિંહોને એક જ વિસ્તારમાં સીમિત રાખવાને બદલે, તેમને દેશના અન્ય રાજ્યોમાં સુરક્ષિત રીતે સ્થળાંતરિત કરવા બાબતે આજનો આ લેખ આલેખાયો છે. સમગ્ર વિશ્વમાં સિંહ ક્યાંય જોવા મળતા હોય તો તે આફ્રિકામાં અને ભારતમાં જ મળે છે. ભારતના સિંહ એશિયાટિક સિંહ તરીકે ઓળખાય છે. આ એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે ગુજરાત સરકારે છેલ્લા અનેક દાયકાઓથી અસરકારક કામગીરી કરી…
-
વરસાદની ઋતુમાં પ્રકૃતિને, પ્રકૃતિ-પ્રેમીઓને, ખેડૂતોને, ખાવાના શોખીનોને અને ખાસ તો બાળકોને મોજ પડી જાય. પરંતુ બાકીના લોકો માટે તો આ “સાવધાન રહેવાની ઋતુ!” છે. અગાઉ ઘરમાંથી છત્રી કે રેઇનકોટ લઈને નીકળતા લોકો આજે ભગવાનનું નામ લઈને નીકળે છે. વધારે વરસાદ પડ્યો તો કયો રસ્તો તળાવ બની જશે, કંઈ ગટરનું ઢાંકણું ગાયબ થઈ જશે, વીજળીનો કયો થાંભલો ઝૂકી જશે, ક્યું ઝાડ પડી જશે અને રસ્તાના ક્યાં ખાડાઓ પોતાનું મોઢું પહોળું કરીને “શિકાર” ની રાહ જોઈ રહ્યા હશે તેનું કાંઈ નક્કી નથી. હાલમાં જે જોરદાર વરસાદ પડ્યો તેમાં આવા અનેક બનાવો સામે આવ્યા છે. અનેક લોકો અડધે રસ્તે જ ‘વર્ક ફ્રોમ…
-
મુંબઈ… ભારતની આ આર્થિક રાજધાનીનું નામ આજે વિશ્વનાં અગ્રણી શહેરોમાં લેવામાં આવે છે. જોકે આ શહેરનો વૈભવ એક દિવસમાં ઊભો થયો નથી. સદીઓ પહેલાં ૭ ટાપુઓમાં વહેંચાયેલું બૉમ્બે ધીમે-ધીમે વેપાર અને ઉદ્યોગનું કેન્દ્ર બન્યું અને આ સફરમાં ગુજરાતીઓનું યોગદાન અવિસ્મરણીય રહ્યું છે. ગુજરાતીઓ અહીં માત્ર કમાવા નથી આવ્યા. તેમણે મુંબઈને પોતાનું ઘર માન્યું છે. પોતાના ઉદ્યોગો અને વ્યવસાય દ્વારા લાખો સ્થાનિક લોકોને રોજગારી આપી, હજારો પરિવારોને આર્થિક સ્થિરતા આપી અને મહારાષ્ટ્રની સમૃદ્ધિમાં ભાગીદાર બન્યા છે. અહીં કમાયેલું ધન પણ તેમણે માત્ર પોતાના માટે નહીં, સમાજના ભલા માટે પણ ખર્યું છે. આજે મુંબઈ અને મહારાષ્ટ્રમાં અનેક હૉસ્પિટલો, દવાખાનાંઓ,…
-
આજના આધુનિક યુગમાં “કોર્પોરેટ કલ્ચર” શબ્દ આપણા દૈનિક જીવનના તાણાવાણા સાથે એવો વણાઈ ગયો છે કે તેના વિના આધુનિક સમાજની કલ્પના કરવી અશક્ય લાગે છે. વ્યવસાય, બેન્કિંગ, વીમા ક્ષેત્ર, શિક્ષણ અને આઈટી સેક્ટરથી લઈને હવે તો મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલોમાં પણ આ કલ્ચર પ્રવેશી ચૂક્યું છે. જ્યાં કંપનીના ‘બિઝનેસ ટાર્ગેટ્સ’ અને ‘પ્રોફિટ માર્જિન’ ને જ મહત્વ આપવામાં આવે છે. આમ તો કોર્પોરેટ કલ્ચરનો વ્યાપ દરેક ક્ષેત્રમાં છે, પરંતુ અહીં આપણે મુખ્યત્વે એવા વ્યાવસાયિક અને રોજગાર ક્ષેત્રની ચર્ચા કરીશું જે સામાન્ય માણસની રોજીરોટી અને જીવનશૈલી સાથે સીધું જોડાયેલું છે. જો કોર્પોરેટ કલ્ચરની વ્યાખ્યા કરવી હોય તો કાર્યક્ષમતા, સ્પર્ધા, સમયપાલન,…
-
ખિસ્સામાં પાંચસો રૂપિયાની એકદમ કડક અને અસલી નોટ છે. જે ભારત સરકાર દ્વારા જારી કરાયેલી છે અને દેશની સર્વોચ્ચ બેંક ‘રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા’ (RBI) ના ગવર્નરની સહી સાથે “હું ધારકને પાંચસો રૂપિયા ચૂકવવાનું વચન આપું છું” તેવી ગેરંટી ધરાવે છે. આ નોટ લઈને તમે કોઈ આધુનિક શોપિંગ મોલ, મલ્ટિપ્લેક્સ કે પ્રખ્યાત રેસ્ટોરન્ટના કાઉન્ટર પર પહોંચો છો અને ત્યાં બેઠેલો કેશિયર સહેજ પણ ખચકાયા વિના એકદમ વિનમ્રતાથી કહી દે છે કે “માફ કરજો, અહીં કેશ નહીં ચાલે, ફક્ત UPI કે કાર્ડથી જ પેમેન્ટ કરવું પડશે.” એ ક્ષણે જે આંચકો લાગે છે, તે આપણા ગ્રાહક તરીકેના અધિકારને લાગે છે. રોકડા રૂપિયાનો…
-
આજકાલ ચારેય તરફ એક જ નામ ગુંજી રહ્યું છે AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ. ટેકનોલોજીનો આ ટ્રેન્ડ એટલો બધો વધી ગયો છે કે સવારના એલાર્મથી લઈને રાત્રે સુવા જઈએ ત્યાં સુધીની નાની-નાની દિનચર્યામાં પણ લોકો AI નો ‘સહારો’ લેવા લાગ્યા છે. અહીં મેં ‘મદદ’ કે ‘સહાયતા’ ને બદલે ‘સહારો’ શબ્દ વાપરવો વધુ યોગ્ય માન્યો છે. કારણ કે જ્યારે આપણે કોઈની મદદ લઈએ છીએ ત્યારે આપણે આત્મનિર્ભર હોઈએ છીએ, પણ જ્યારે કોઈને આપણો ‘સહારો’ બનાવી લઈએ છીએ ત્યારે આપણે તેના પર નિર્ભર એટલે કે અવલંબિત થઈ જઈએ છીએ. આજે યુવાન વિદ્યાર્થીઓથી લઈને વયોવૃદ્ધ વડીલો, નોકરીપેશા લોકો, નાનો-મોટો વેપાર કરતા લોકો, સામાજિક…
-
તાજેતરમાં સોશિયલ મીડિયા પર “કોક્રોચ જનતા પાર્ટી” નામની એક નવી રાજકીય પહેલની જાહેરાત થઈ અને જોતજોતામાં, માત્ર બે જ દિવસમાં તેને લાખો ફોલોવર્સ મળી ગયા. રાજકીય વર્તુળોમાં આ ઘટનાને લઈને નવેસરથી વિચાર-મંથન શરૂ થયું છે. આ અજ્ઞાત પહેલ પાછળ કોણ છે? તેમનો એજન્ડા કે વિચારધારા શું છે? તેમની રણનીતિ શું હશે? આવા તમામ પ્રશ્નોને જો ઘડીભર બાજુ પર મૂકીએ, તો પણ આ ઘટનાને માત્ર સોશિયલ મીડિયાની ક્ષણિક ઉત્સુકતા ગણીને ટાળી શકાય તેમ નથી. ડિજિટલ પ્લેટફોર્મ પર મળેલો આ આંધળો પ્રતિસાદ એક સ્પષ્ટ સંકેત છે કે દેશનો નાગરિક, ખાસ કરીને યુવા વર્ગ, પ્રવર્તમાન પરંપરાગત રાજકીય માળખાથી ક્યાંક ઊંડે-ઊંડે…