• Columns - Jharukhio

    આત્મીયતા એટલી જ રાખવી, જેટલી વેદના સહન કરી શકીએ

    રાજેશ ચાવડા ✍🏻 માણસના જીવનમાં સંબંધોનું સ્થાન ખૂબ જ વિશેષ છે. સંબંધોમાં રહેલી આત્મીયતા જીવનને હૂંફ આપે છે, એકલતામાં સાથ આપે છે અને મુશ્કેલીના સમયમાં જીવવાનો આધાર બને છે. પરંતુ ક્યારેક કોઈ વ્યક્તિ સાથેની આત્મીયતા એટલી ગાઢ બની જાય છે કે તેના બદલાયેલા વર્તન કે તેના વિયોગથી આપણે અંદરથી તૂટી જઈએ છીએ. એટલે જ કદાચ જીવનનો એક મહત્વનો પાઠ એ છે કે આત્મીયતા એટલી જ રાખવી, જેટલી વેદના સહન કરવાની આપણી ક્ષમતા હોય. આ વાતનો અર્થ એવો નથી કે સંબંધોમાં લાગણી ઓછી રાખવી કે પ્રેમમાં કંજૂસાઈ કરવી. પ્રેમ તો હૃદયની સુંદરતમ લાગણી છે. પરંતુ પ્રેમ સાથે પોતાની અંદરની મજબૂતી જાળવવી…