આજના આધુનિક યુગમાં “કોર્પોરેટ કલ્ચર” શબ્દ આપણા દૈનિક જીવનના તાણાવાણા સાથે એવો વણાઈ ગયો છે કે તેના વિના આધુનિક સમાજની કલ્પના કરવી અશક્ય લાગે છે. વ્યવસાય, બેન્કિંગ, વીમા ક્ષેત્ર, શિક્ષણ અને આઈટી સેક્ટરથી લઈને હવે તો મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલોમાં પણ આ કલ્ચર પ્રવેશી ચૂક્યું છે. જ્યાં કંપનીના ‘બિઝનેસ ટાર્ગેટ્સ’ અને ‘પ્રોફિટ માર્જિન’ ને જ મહત્વ આપવામાં આવે છે. આમ તો કોર્પોરેટ કલ્ચરનો વ્યાપ દરેક ક્ષેત્રમાં છે, પરંતુ અહીં આપણે મુખ્યત્વે એવા વ્યાવસાયિક અને રોજગાર ક્ષેત્રની ચર્ચા કરીશું જે સામાન્ય માણસની રોજીરોટી અને જીવનશૈલી સાથે સીધું જોડાયેલું છે. જો કોર્પોરેટ કલ્ચરની વ્યાખ્યા કરવી હોય તો કાર્યક્ષમતા, સ્પર્ધા, સમયપાલન,…