ચોમાસા દરમ્યાન ઉપવાસ કરવાની અથવા તો સંયમિત આહારની વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિમાં, ખાસ કરીને હિંદુ અને જૈન પરંપરામાં, ઉપવાસનું મહત્વ માત્ર ધાર્મિક નથી; વૈજ્ઞાનિક પણ છે. વર્ષાઋતુમાં પાચનશક્તિમાં ફેરફાર થતો હોવાથી ઉપવાસ અથવા તો હળવો અને સંયમિત આહાર લેવાની પરંપરા આપણા પૂર્વજોએ વિકસાવી છે. કદાચ આપણા પૂર્વજોને એ ખબર હતી કે જે વાત ધર્મના નામે સરળતાથી ગળે ઊતરે છે, તે જ વાત વિજ્ઞાનના નામે સમજાવવા જઈશું તો કોઈ નહિ માને એટલે ઉપવાસને ધર્મ સાથે જોડીને અષાઢી અગિયારસથી શરૂ કરીને શ્રાવણ અને ત્યારબાદ આસો મહિનાની નવરાત્રી સુધી ઉપવાસની પરંપરા શરૂ કરી. આજે ભલે આપણા પરિવારોમાં ઉપવાસનું મહત્વ થોડું ઓછું થઈ…