• Columns

    ગીરમાં લગાતાર વધતી સિંહોની સંખ્યા: ગૌરવની સાથે હવે નવા પડકારોને પણ ગંભીરતાથી લેવાનો સમય આવી ગયો છે

     હાલમાં સિંહો દ્વારા માનવો પર હુમલાઓ કરવાની ઘટનાઓમાં મોટો વધારો જોવા મળ્યો છે. જેમાં કેટલાક કિસ્સાઓમાં સિંહોએ માનવ શિકારનું ભક્ષણ પણ કર્યું છે, જે અત્યંત ચિંતાજનક છે. હવે જ્યારે માનવ-સિંહ સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે આ પરિસ્થિતિમાં માત્ર પ્રાદેશિક ગૌરવ ખાતર સિંહોને એક જ વિસ્તારમાં સીમિત રાખવાને બદલે, તેમને દેશના અન્ય રાજ્યોમાં સુરક્ષિત રીતે સ્થળાંતરિત કરવા બાબતે આજનો આ લેખ આલેખાયો છે.       સમગ્ર વિશ્વમાં સિંહ ક્યાંય જોવા મળતા હોય તો તે આફ્રિકામાં અને ભારતમાં જ મળે છે. ભારતના સિંહ એશિયાટિક સિંહ તરીકે ઓળખાય છે. આ એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે ગુજરાત સરકારે છેલ્લા અનેક દાયકાઓથી અસરકારક કામગીરી કરી…