• Columns

    જનતાનો શાંત આક્રોશ: વ્યવસ્થા સામે ઊભો થઈ રહેલો અસંતોષનો જ્વાળામુખી

          તાજેતરમાં સોશિયલ મીડિયા પર “કોક્રોચ જનતા પાર્ટી” નામની એક નવી રાજકીય પહેલની જાહેરાત થઈ અને જોતજોતામાં, માત્ર બે જ દિવસમાં તેને લાખો ફોલોવર્સ મળી ગયા. રાજકીય વર્તુળોમાં આ ઘટનાને લઈને નવેસરથી વિચાર-મંથન શરૂ થયું છે. આ અજ્ઞાત પહેલ પાછળ કોણ છે? તેમનો એજન્ડા કે વિચારધારા શું છે? તેમની રણનીતિ શું હશે? આવા તમામ પ્રશ્નોને જો ઘડીભર બાજુ પર મૂકીએ, તો પણ આ ઘટનાને માત્ર સોશિયલ મીડિયાની ક્ષણિક ઉત્સુકતા ગણીને ટાળી શકાય તેમ નથી. ડિજિટલ પ્લેટફોર્મ પર મળેલો આ આંધળો પ્રતિસાદ એક સ્પષ્ટ સંકેત છે કે દેશનો નાગરિક, ખાસ કરીને યુવા વર્ગ, પ્રવર્તમાન પરંપરાગત રાજકીય માળખાથી ક્યાંક ઊંડે-ઊંડે…