• Columns

    કંઈ ગટરનું ઢાંકણું ખુલ્લું છે, કયું ઝાડ ક્યારે પડશે અને ક્યાં રોડ પર કેટલા ખાડા છે તેની તો મહાનગરપાલિકાને પણ ખબર નથી…!

      વરસાદની ઋતુમાં પ્રકૃતિને, પ્રકૃતિ-પ્રેમીઓને, ખેડૂતોને, ખાવાના શોખીનોને અને ખાસ તો બાળકોને મોજ પડી જાય. પરંતુ બાકીના લોકો માટે તો આ “સાવધાન રહેવાની ઋતુ!” છે. અગાઉ ઘરમાંથી છત્રી કે રેઇનકોટ લઈને નીકળતા લોકો આજે ભગવાનનું નામ લઈને નીકળે છે. વધારે વરસાદ પડ્યો તો કયો રસ્તો તળાવ બની જશે, કંઈ ગટરનું ઢાંકણું ગાયબ થઈ જશે, વીજળીનો કયો થાંભલો ઝૂકી જશે, ક્યું ઝાડ પડી જશે અને રસ્તાના ક્યાં ખાડાઓ પોતાનું મોઢું પહોળું કરીને “શિકાર” ની રાહ જોઈ રહ્યા હશે તેનું કાંઈ નક્કી નથી. હાલમાં જે જોરદાર વરસાદ પડ્યો તેમાં આવા અનેક બનાવો સામે આવ્યા છે. અનેક લોકો અડધે રસ્તે જ ‘વર્ક ફ્રોમ…