• Columns

    મોદી સાહેબ, શિક્ષણમાં ખરેખર સર્જરી કરવી હોય તો આ આરક્ષણનું ઓપરેશન પણ કરી જ નાખો

    નરેન્દ્રભાઈ, પ્રણામ. આજકાલ દેશમાં શિક્ષણપ્રણાલીમાં સુધારાની જોરદાર હવા ચાલી છે. વિદ્યાર્થીઓએ શિક્ષણના મુદ્દે આંદોલન કર્યું અને જહાં સરકાર કે વિરોધ કા માહોલ હો વહાં રાબેતા મુજબ વિપક્ષે પણ અંદર કૂદીને પોતપોતાની રાજકીય સ્કીમ ચલાવી લીધી. વચ્ચે અમુક અસામાજિક તત્ત્વોએ પણ મોકા પર ચોક્કો મારી લીધો. સરકારે પણ સમયની નાજુકતા જોઈને વિદ્યાર્થીઓની માગણીઓ ગુપચુપ સ્વીકારી લીધી અને ફેરફારોની જાહેરાતો કરી દીધી. જો શિક્ષણમાં ખરેખર ઐતિહાસિક મેજર સર્જરી જ કરવી હોય તો લાખો વિદ્યાર્થીઓના મગજનું દહીં કરી નાખતી આ જાતિઆધારિત અનામત-વ્યવસ્થા પર એક નાનકડું પણ હિંમતભર્યું ઑપરેશન કરી જ નાખો! જુઓ સાહેબ, વાત બહુ સાદી અને સીધી છે. શિક્ષણમાં જાતિઆધારિત અનામતને બદલે…