• Columns

    AI ને ‘બોસ’ બનાવવાને બદલે, તેને માત્ર એક ‘સ્માર્ટ આસિસ્ટન્ટ’ તરીકે વાપરજો

    આજકાલ ચારેય તરફ એક જ નામ ગુંજી રહ્યું છે AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ. ટેકનોલોજીનો આ ટ્રેન્ડ એટલો બધો વધી ગયો છે કે સવારના એલાર્મથી લઈને રાત્રે સુવા જઈએ ત્યાં સુધીની નાની-નાની દિનચર્યામાં પણ લોકો AI નો ‘સહારો’ લેવા લાગ્યા છે. અહીં મેં ‘મદદ’ કે ‘સહાયતા’ ને બદલે ‘સહારો’ શબ્દ વાપરવો વધુ યોગ્ય માન્યો છે. કારણ કે જ્યારે આપણે કોઈની મદદ લઈએ છીએ ત્યારે આપણે આત્મનિર્ભર હોઈએ છીએ, પણ જ્યારે કોઈને આપણો ‘સહારો’ બનાવી લઈએ છીએ ત્યારે આપણે તેના પર નિર્ભર એટલે કે અવલંબિત થઈ જઈએ છીએ. આજે યુવાન વિદ્યાર્થીઓથી લઈને વયોવૃદ્ધ વડીલો, નોકરીપેશા લોકો, નાનો-મોટો વેપાર કરતા લોકો, સામાજિક…