મુંબઈ… ભારતની આ આર્થિક રાજધાનીનું નામ આજે વિશ્વનાં અગ્રણી શહેરોમાં લેવામાં આવે છે. જોકે આ શહેરનો વૈભવ એક દિવસમાં ઊભો થયો નથી. સદીઓ પહેલાં ૭ ટાપુઓમાં વહેંચાયેલું બૉમ્બે ધીમે-ધીમે વેપાર અને ઉદ્યોગનું કેન્દ્ર બન્યું અને આ સફરમાં ગુજરાતીઓનું યોગદાન અવિસ્મરણીય રહ્યું છે. ગુજરાતીઓ અહીં માત્ર કમાવા નથી આવ્યા. તેમણે મુંબઈને પોતાનું ઘર માન્યું છે. પોતાના ઉદ્યોગો અને વ્યવસાય દ્વારા લાખો સ્થાનિક લોકોને રોજગારી આપી, હજારો પરિવારોને આર્થિક સ્થિરતા આપી અને મહારાષ્ટ્રની સમૃદ્ધિમાં ભાગીદાર બન્યા છે. અહીં કમાયેલું ધન પણ તેમણે માત્ર પોતાના માટે નહીં, સમાજના ભલા માટે પણ ખર્યું છે. આજે મુંબઈ અને મહારાષ્ટ્રમાં અનેક હૉસ્પિટલો, દવાખાનાંઓ,…