આજે વિશ્વની પ્રસિદ્ધ ભાષાઓમાંની એક આપણી ગૌરવવંતી ગુજરાતી ભાષા ધીમે-ધીમે લુપ્ત થવાની કગાર તરફ આગળ વધી રહી છે. આજે ભલે એવો તાત્કાલિક ભય ન હોય, પરંતુ આ બાબતે સમયસર ઉપાય યોજના બનાવવી જરૂરી છે. ગુજરાતીઓ દૂરદૃષ્ટિ ધરાવતી અને દરેક સમસ્યાનો સમયસ૨ ઉકેલ શોધવામાં કુશળ કોમ તરીકે ઓળખાય છે. છતાં જ્યારે ગુજરાતી ભાષાના જતન, સંવર્ધન અને સંરક્ષણની વાત આવે છે ત્યારે આપણે કેમ ગંભીરતાથી વિચારતા નથી એ ખરેખર ચિંતાનો વિષય છે. ગુજરાતી ભાષાથી નવી પેઢી ધીમે-ધીમે દૂર થવાનું મુખ્ય કારણ શિક્ષણનું માધ્યમ છે. અગાઉ મોટા ભાગનાં બાળકોને માતૃભાષામાં શિક્ષણ મળતું હોવાથી ભાષા અને સંસ્કૃતિ સહજ રીતે સચવાતાં હતાં.…