ખિસ્સામાં પાંચસો રૂપિયાની એકદમ કડક અને અસલી નોટ છે. જે ભારત સરકાર દ્વારા જારી કરાયેલી છે અને દેશની સર્વોચ્ચ બેંક ‘રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા’ (RBI) ના ગવર્નરની સહી સાથે “હું ધારકને પાંચસો રૂપિયા ચૂકવવાનું વચન આપું છું” તેવી ગેરંટી ધરાવે છે. આ નોટ લઈને તમે કોઈ આધુનિક શોપિંગ મોલ, મલ્ટિપ્લેક્સ કે પ્રખ્યાત રેસ્ટોરન્ટના કાઉન્ટર પર પહોંચો છો અને ત્યાં બેઠેલો કેશિયર સહેજ પણ ખચકાયા વિના એકદમ વિનમ્રતાથી કહી દે છે કે “માફ કરજો, અહીં કેશ નહીં ચાલે, ફક્ત UPI કે કાર્ડથી જ પેમેન્ટ કરવું પડશે.” એ ક્ષણે જે આંચકો લાગે છે, તે આપણા ગ્રાહક તરીકેના અધિકારને લાગે છે. રોકડા રૂપિયાનો…